રાજય કક્ષાએ જિમનાસ્ટિક માં ધામેલિયા બહેનોની જલવંત સિદ્ધિ
વિશાખાએ એક ગોલ્ડ અને એક બ્રોંઝ તેમજ ઇશિતાએ એક બ્રોંઝ મેડલ મેળવ્યો
ખેલ મહાકુંભની રાજ્ય કક્ષાની જિમનાસ્ટિક સ્પર્ધા નું આયોજન શ્રી સી.એ. પટેલ લર્નિગ ઇસ્ટિટ્યૂટ - મોટા ફોફળિયા, તા. શિનોર, જિ. વડોદરા મુકામે તા. 24-05-2022 થી 26-05-2022 સુધી કરવામાં આવ્યું હતું.
તેમાં એમ. એસ. યુનિવરસીટી વડોદરામાં આભ્યાસ કરતી વિશાખા રાજેશકુમાર ધામેલિયાએ ઓપન વિભાગમાં ભાગ લઇને અનઈવન બારમાં ગોલ્ડ અને બ્રોંઝ મેળવ્યો. અસ્પાયર પબ્લિક સ્કૂલ -સુરતમાં ધોરણ -12 મા અભ્યાસ કરતી ઈશિતા રાજેશકુમાર ધામેલિયાએ બેલેસિંગ માં બ્રોંઝ મેડલ મેળવ્યો. આમ, બંને બહેનોએ રાજ્ય કક્ષા એ સિદ્ધિ મેળવીને પરિવારનું તેમજ શાળા - કોલેજ નું ગૌરવ વધાર્યું છે.