ધામેલિયા પરિવાર નો પરિચય

હોમ / પરિચય
અમારો પરિચય

ધામેલિયા પરિવાર માં 137+ ગામ
ના દરેક સભ્ય નું ભાવભર્યું સ્વાગત છે.

સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદું માધ્યમ. પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે... તો આવો પરિવારના દરેક સભ્યો.... ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરીયે

શ્રી ધામેલિયા પરિવાર સુરત દ્વારા આયોજીત પારિવારીક પંચામૃત મહોત્સવ 2022 નું આયોજન તા.05/06/2022 ને રવિવાર ના રોજ બપોરે 4:00 કલાક થી રાખેલ છે. તો આ શુભ અવસરે આપસૌને સહપરિવાર સાથે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ.

જય પરિવાર સાથ એકમેક ની કુશળતા ઈચ્છતા આપને સર્વે કુટુંબીશ્રીઓ , પરિવાર એટલે શુ? શા માટે, અને પરિવારની ભાવના કેવી હોવી જોઈએ, આવા પ્રશ્નો સર્વેને વર્ષોના વર્ષોથી અથવા તેના આગળ થી થતા આવ્યા છે અને થતા રહેશે. પરંતુ સત્યએ - સદા - સત્યજરહે છે. જગતમાં ન ઘટી હોય એવીજગતમાં ન ઘટી હોઈ ઘટના અને ક્યારેક કલ્પના પણ ના કરી હોઈ એવી સત્ય ઘટના કોઈ પણ શહેરમાં ન ઘટી હોઈ એવી આ નગરી સુર્યપુર એક એવુ સ્થળ ( શહેર ) છે.જેમા કહેવાય છે કે મહાન દાનેશ્વરી કર્ણની આ નગરી કહેવાતી હતી અને આ કર્ણની નગરીમાં સોનાનું રોજે રોજ દાન આ કર્ણ કરતો હતો. એવી નગરીને સદ્નસીબે જયારે આપણે કર્ણભુમિ બનાવીને અહીયા આપણે - આપણો વસવાટ કર્યા છે. ત્યારે ભુમિના આ મહાન બળના પ્રતાપે આ નગરીમાં વર્ષોના વિખુટા પડેલા આપણા સર્વે ભાઈઓ જયારે એકઠા થયા છીએ ત્યારે આ શહેર શીવાય દુનિયાનુ એક પણ શહેર એવું નથી જ્યાં વર્ષોના વિખુટા પડેલા સર્વે મળે અને આપણા પુર્વજો ની કમાણી અને આશીર્વાદ રુપ આપણે મળ્યા છીએ ત્યારે આ આપણા વાળવાની પણ કઈક કલ્પના અને ભાવિ જીવનની મહત્વાકાંક્ષા પણ હશે જો એ સમયે જયારે તેઓ દુ:ખ સાથે વિખુટા પડતા ત્યારે તેમને તે સમયને અનુરૂપ કઈક ને કઈક ગુમાવવાનું આવ્યુ હશે. એ દુઃખના આર્શીવાદથી આપણે મળ્યા છીએ ત્યારે આપણને આપણા જીવનમાં કઈક અનેરો આનંદ થાય એ ખરેખર એક -મેકને વર્ષોથી ઓળખાતા હોય , અને આપણા પોતાના એક લોહીના સંગાથીને મળતા હોઈ એવા ભાવ ઉમંગ જાગી ઊઠે આપણા રુવાડા પણ ઉભા થઇ જાય અને એક - બીજાને ભેટી જઈએ. એવા હૃદયમાં ભાવ જાગે એ સહજ બાબત છે.

પણ આપણે આ ભૂમિને કર્મભૂમિ બનાવી છે. અહિયાં ફરી આપણો મેળાપ એક પરિવારના રૂપમાં ઈશ્વરે આપણ ને જયારે મેળાપ કરાવ્યો છે. ત્યારે શુ આપણી ફરજ બનતી નથી કે આપણે આપણા પૂર્વજોનું અને વર્તમાન - ભવિષ્યના વિચારો નુ નિર્માણ કરવુ જોઈએ? જેમા આપણે વર્તમાન ( હાલની ) પરિસ્થિને સાથે આપણો પરિવાર કુલે ફાલે અને એક આદર્શ પરિવાર તરીકે ઉભરી આવે અને આપણા સંસ્કારોને અનુરુપ આપણી વહુ અને દીકરીઓમાં એવી પેરણા, ભાવના જન્માવે જે આવનાર પાટીદારોની પેઢી ને પણ આદર્શ પરિવાર તરીકે ઉભરી આવે અને આપણા સંસ્કારોને અનુરૂપ આપણી વહુ અને દિકરીઓમાં એવી પ્રેરણા, ભાવના જન્માવે જે આવનાર પાટીદારોની પેઢીને પણ આદર્શ નારી અને મા - બાપ તરીકેના ભાવ અને પ્રેરણા ઉદ્ભવે. જયારે આજના જમાનામાં હિરા ઉધોગકાર અને ટેક્ષટાઇલના ઉધોગમાં આપણે બહોળુ યોગદાન આપતા હોઈએ. પૂર્વજોની કામણી ખાતા હોઈએ ત્યારે આપણે શું સમજવાની જરૂર છે.?

દા.ત.
બે ચેઇન અલગ અલગ ધાતુની બને છે. એક સોનાની એક બીજી લોખંડની ત્યારે સોનાની અને લોખંડની કડી વાતો કરે છે. સોનાની કડી લોખંડની કડી ને કહે છે. હે બહેન તને તારા માલિકે મારી મારી ને અધમુવી કરી છે. હવે તારા આ ધા મારાથી સહન નથી થતા, સંભળાતા નથી, ત્યારે હે બહેન હું તારા માટે શુ કરુ ત્યારે લોખંડની કડી રડતા રડતા કહે છે કે હે સોનાબહેન તારા મલિક સગુણ સંપના છે. તને જોય - જોઈને, જાળવી-જાળવી ને મારે છે પરંતુ યાદ રાખ કે તને મારનાર પણ લોખંડની ( મારી નાતની ) એરણ છે. અને ઉપરથી જે તને મારે છે તે હથોડી પણ ( મારી નાતની ) લોખંડની છે પરંતુ તારી જાતને ( નાતની ) કોઈ વસ્તુથી તને મારી નથી એટલે તારો માર તુ સહન કરે છે. પરંતુ હે બહેન મને મારનાર એરણ પણ લોખંડની ( મારી નાતની ) અને ઉપર મારનારો હથોડો પણ લોખંડનો ( મારી નાતનો ) એટલે હે બહેન જેનો હાથો પોતાની જાત બને ( પોતાના મારે ) અને ભગવાન પણ ન બચાવી શકે. મને મારા મારે છે. એનુ દુ:ખ છે. એમ આપણે આપણાને ન મારીએ કોઈના હાથાન બનીએ અને આવા અસામાજીક તત્વોના હાથ ન જ બનીયે એ સમાજવાની જરૂર છે.